
Yashasvi Vidyarthi Jivan Ane Swami Vivekananda યશસ્વી વિદ્યાર્થી જીવન અને સ્વામી વિવેકાનંદ
આ પુસ્તકમાં પ્રો. જ્યોતિબહેન થાનકીએ સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું સુંદર આલેખન કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના વિદ્યાર્થીઓમાં ત્યાગ, સેવા, સમર્પણ, પ્રેમ અને બલિદાન જેવી ભાવનાઓ કેળવવાનો છે.
લેખિકા જણાવે છે કે પ્રતિકૂળ સંજોગોમાં સંઘર્ષ કરવાની શક્તિ અને દૃઢ ઈચ્છાશક્તિ દ્વારા જ માનવ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. રાષ્ટ્રની ઉન્નતિ માટે આજના યુવાનોમાં સ્વામીજી જેવું ચારિત્ર્ય બળ હોવું અનિવાર્ય છે. જો આજના વિદ્યાર્થીઓ સ્વામીજીના આ સરળ અને સહજ વિચારોને પોતાના જીવનમાં ઉતારે, તો તેઓ પોતાનું અને સમગ્ર સમાજનું કલ્યાણ કરી શકશે. પ્રકાશકને આશા છે કે સ્વામીજીના જીવનસંદેશ પર આધારિત આ પુસ્તકને વાચકોનો બહોળો પ્રતિસાદ મળશે.




