



Vyavharu Vedant Ane Mulyonu Vijnan વ્યવહારુ વેદાંત અને મૂલ્યોનું વિજ્ઞાન
આ પુસ્તકમાં સ્વામીજીએ હૈદરાબાદમાં આપેલા ચાર મહત્વપૂર્ણ વ્યાખ્યાનોનો સંગ્રહ છે, જે વેદાંતના મૂલ્યોને આધુનિક જીવનમાં કેવી રીતે ઉતારવા તે સમજાવે છે. આજના ભૌતિકવાદી યુગમાં પ્રેમ, સમર્પણ અને માનવીય દિવ્યતા જેવા સનાતન મૂલ્યો અનિવાર્ય છે. આ મૂલ્યો માનવ અસ્તિત્વની પાયાની જરૂરિયાત છે.સાચા શિક્ષણ અને સંસ્કારો વગર કોઈ પણ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય નથી. સ્વામી વિવેકાનંદના 'માનવીમાં રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ' કરવાના વિચારને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ પુસ્તક આર્થિક રીતે પ્રગતિ કરી રહેલા ભારતના (ગુજરાતના) વાચકોને જીવન વ્યવહારમાં નૈતિક મૂલ્યો ઉમેરીને ગૌરવશાળી જીવન જીવતા શીખવશે.




