
Vyaktitva Vikas વ્યક્તિત્વ વિકાસ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસૂર દ્વારા સૌપ્રથમ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ફરીથી વાચકો સમક્ષ મૂકવામાં આવ્યો છે. આજના સમયમાં યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર ઘડતર અત્યંત અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદને યુવાશક્તિ પર અતૂટ શ્રદ્ધા હતી. આ પુસ્તકમાં સ્વામીજીના લેખો, પત્રો અને પ્રવચનોમાંથી વ્યક્તિત્વ વિકાસને લગતા શ્રેષ્ઠ વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે.
પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં આત્મશ્રદ્ધા, નિઃસ્વાર્થ પ્રેમ, શૌર્ય અને સમર્પણ જેવા ગુણો ખીલવી તેમને રાષ્ટ્રકલ્યાણના માર્ગે વાળવાનો છે. પ્રકાશક આશા વ્યક્ત કરે છે કે આ સાહિત્ય વાંચીને યુવાનો સ્વામીજીના જીવન સંદેશમાંથી પ્રેરણા મેળવી પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરશે અને ઉમદા ચરિત્રનું નિર્માણ કરશે.




