
Vivekanandani Sachitra Bodhkathao વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ
આ પુસ્તક અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત 'Tales from Vivekananda' પર આધારિત છે, જેનું ગુજરાતીમાં રૂપાંતર શ્રીમનસુખભાઈ મહેતાએ કર્યું છે. ભારતીય સંસ્કૃતિના નૈતિક અને પ્રેરણાદાયી સિદ્ધાંતો વાર્તાઓ દ્વારા રજૂ કરીને લોકોનું આધ્યાત્મિક અને નૈતિક ઉત્થાન કરવું એ આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. સ્વામી ઇશાત્માનંદજીએ વાર્તાઓના પાત્રોને કાલ્પનિક નામ આપીને વધુ રસપ્રદ બનાવ્યા છે. દરેક વાર્તાના અંતે જીવનલક્ષી બોધ મળે છે. સુખ્યાત ચિત્રકાર શ્રીરામકૃષ્ણ બસુએ દોરેલા આકર્ષક ચિત્રો વાર્તાઓને વધુ જીવંત અને આબાલવૃદ્ધ સૌના માટે રોચક બનાવે છે. આ પુસ્તક દરેક ઘર સુધી પહોંચે અને સામાન્ય લોકોને આધ્યાત્મિક તેમજ નૈતિક જીવનના વિકાસમાં પ્રેરણારૂપ બને.




