







Upanishadono Sandesh ઉપનિષદોનો સંદેશ
ઉપનિષદ એ સનાતન ધર્મશાસ્ત્ર છે, જે માનવના અનંત અને દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવે છે. તેમાં પ્રાચીન ઋષિઓના આધ્યાત્મિક અનુભવોનું સંકલન છે. વિવેકાનંદના મતે ઉપનિષદોની ભાષા સરળ છતાં પ્રભાવશાળી છે. તે મનુષ્યને નિર્ભયતા, શક્તિ અને તેજસ્વી બનવાનો સંદેશ આપે છે. તે માનવને દુર્બળતા ત્યાગીને સત્યને ઓળખવા પ્રેરે છે. સ્વામી રંગનાથાનંદજીએ ઉપનિષદોના કાલાતીત સત્યોને આધુનિક ચિંતન અને વિજ્ઞાનના સંદર્ભમાં રજૂ કર્યા છે. જ્યારે પણ રાષ્ટ્ર આ આધ્યાત્મિક શિક્ષણને ભૂલ્યું છે, ત્યારે તેની પડતી થઈ છે.આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કર્યો છે. પ્રકાશક આશા વ્યક્ત કરે છે કે ગુજરાતના જિજ્ઞાસુ વાચકો આ ગ્રંથને ઉમળકાભેર વધાવશે.આ પુસ્તક ઉપનિષદોના ગૂઢ જ્ઞાનને આધુનિક યુગની જરૂરિયાત મુજબ સરળ રીતે રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે.




