


Tirthayatrana Sansmarano તીર્થયાત્રાનાં સંસ્મરણો
સ્વામી વિવેકાનંદે જગત કલ્યાણના હેતુથી સમગ્ર જીવન ભારત સહિત અમેરિકા અને યુરોપના દેશોમાં સતત પરિભ્રમણ અને ધર્મપ્રચાર કર્યો હતો. તેમણે અમરનાથ અને માયાવતી જેવા પવિત્ર સ્થળોએ પણ સાધના-યાત્રા કરી હતી, જ્યાં તેમના પાવન ચરણો અંકિત થયા છે.
આ પુસ્તકના લેખક સ્વામી નિખીલેશ્વરાનંદ એ સ્વામીજીના ચરણોથી પાવન થયેલા આ સ્થળોની તીર્થયાત્રા કરીને પોતાના આધ્યાત્મિક સંસ્મરણો અને અંતઃકરણની અનુભૂતિઓને અહીં આલેખ્યા છે. આ લેખો અગાઉ 'શ્રીરામકૃષ્ણ જ્યોત' માં પ્રકાશિત થયા હતા, આ પુસ્તક વાચકોને માનસિક તીર્થયાત્રા કરાવીને આધ્યાત્મિક ભાવ પૂરો પાડશે અને પ્રત્યક્ષ યાત્રા કરવાની પ્રેરણા આપશે.




