
Swamijini Potani Mata Bhuvaneshwari Devi Prateyni Bhakti Bhavana સ્વામીજીની પોતાનાં માતા શ્રીભુવનેશ્વરીદેવી પ્રત્યેની ભક્તિભાવના
વેદાંત સોસાયટી ઓફ ન્યૂયોર્ક દ્વારા સ્વામી તથાહતાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'Swamiji's Devotion to His Mother Bhuvaneshwari Devi' નો ગુજરાતી અનુવાદ ‘સ્વામીજીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના’ નામે પુસ્તક રૂપે બહાર પાડવામાં આવ્યો છે.આ પુસ્તિકા સૌપ્રથમ રામકૃષ્ણ મિશન, કોલકાતા દ્વારા સપ્ટેમ્બર ૨૦૦૬માં અને ત્યારબાદ વેદાંત સોસાયટી ન્યૂયોર્ક દ્વારા જૂન ૨૦૦૮માં અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી. પુસ્તકમાં બાળકના જીવન ઘડતરમાં માતાના મહત્વના ફાળાની વાત છે. આમાં માતા ભુવનેશ્વરી દેવીના ઉદાર, પ્રેરક જીવન અને તેમના સંઘર્ષોની ગાથા વર્ણવવામાં આવી છે, જે મૂલ્ય શિક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. આ વાર્તાઓ અગાઉ 'શ્રી રામકૃષ્ણ જ્યોત' સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી છે.




