
Swami Vivekanandani Atmakatha સ્વામી વિવેકાનંદની આત્મકથા
કોઈપણ મહાન વિભૂતિને સમજવા માટે તેમના સ્વહસ્તે લખાયેલા પત્રો, ડાયરી અને વ્યાખ્યાનો શ્રેષ્ઠ માધ્યમ છે. આશ્ચર્યની વાત એ છે કે સ્વામી વિવેકાનંદે પોતાની આત્મકથા ક્યારેય સીધી રીતે લખી નથી. પરંતુ, તેમના દ્વારા વિવિધ સમયે લખાયેલ સાહિત્ય બંગાળી અને અંગ્રેજી ભાષામાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આ પુસ્તક તે તમામ વિખરાયેલા સાહિત્યનું કાલક્રમિક સંકલન છે, જે સ્વામીજીના જન્મથી લઈને મહાસમાધિ સુધીની સફરને તેમના જ શબ્દોમાં રજૂ કરે છે. આ કાર્ય માટે અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત 'Swami Vivekananda on Himself' પુસ્તકનો મુખ્ય આધાર લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, 'ગુજરાતી ગ્રંથમાળા' (ભાગ ૧ થી ૯) માંથી પણ સામગ્રી એકત્રિત કરવામાં આવી છે. આ પુસ્તક વાંચકોને સ્વામીજીના જીવન, ધ્યેય અને કાર્યોનું સજીવ અને પ્રેરણાદાયક દર્શન કરાવે છે.




