





Swami Vivekananda Granthmala SET (9 Vols) HB સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સેટ (૯ ભાગ) પાકુ પૂંઠુ
આ પુસ્તકોનો કેન્દ્રીય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીમાં ચારિત્ર્ય નિર્માણ, આત્મબળ અને સર્વાંગી વિકાસ જગાડવાનો છે. સ્વામીજીના મતે શિક્ષણ એટલે માત્ર માહિતીનો સંગ્રહ નહીં, પરંતુ મનુષ્યનું ઘડતર કરનારા વિચારોનું ગ્રહણ અને મનન છે. 'સફળતાનું રહસ્ય', 'આત્મવિકાસ' અને 'કેળવણી' જેવા પુસ્તકો વિદ્યાર્થીઓને ત્યાગ, સેવા, શારીરિક-માનસિક વિકાસ અને આત્મનિર્ભરતાની પ્રેરણા આપે છે.
આ સાહિત્યમાં ઈચ્છાશક્તિનો વિકાસ, મનનો નિગ્રહ અને નૈતિક મૂલ્યો પર ભાર મુકાયો છે. તે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ વાલીઓ અને શિક્ષકો (રાષ્ટ્ર નિર્માતા) માટે પણ માર્ગદર્શક છે. જડવાદી યુગમાં યુવાનો નૈતિક પતનથી બચીને આદર્શ જીવન જીવે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તે આ તમામ પ્રકાશનોનો મુખ્ય ધ્યેય છે.




