





Swami Vivekananda Granthmala Sanchayan (SB) સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન (કાચું પૂંઠુ)
સ્વામી વિવેકાનંદ આધુનિક યુગ અને યુવાનો માટે પ્રેરણાના અખૂટ સ્ત્રોત અને વૈદિક ધર્મના પ્રતીક છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના મતે, સ્વામીજીના વિચારો ક્યારેય અપ્રાસંગિક થતા નથી અને તે યુવા પેઢીને સદા માર્ગદર્શન પૂરું પાડે છે.તેમણે માનવજાતની સમસ્યાઓના ઉકેલ વેદાંત આધારિત 'જીવસેવા' અને સનાતન સત્યો દ્વારા આપ્યા છે. વાચકો માટે સ્વામીજીના વિશાળ સાહિત્ય (૧ થી ૧૦ ભાગ) માંથી દૈનિક જીવન, આધ્યાત્મિક વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી એવા શ્રેષ્ઠ પ્રેરણાદાયી અંશોનું સંકલન આ ગ્રંથમાં સરળતા ખાતર કરવામાં આવ્યું છે. આશા છે કે આ પુસ્તક યુવાનો અને રાષ્ટ્રહિત ચિંતકોને નવભારતના નિર્માણ માટે પ્રેરિત કરશે.




