


Sri Ramakrishna-Vivekananda Sahityano... શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો વૈશ્વિક પ્રભાવ અને વ્યાપ
શ્રીરામકૃષ્ણદેવના વિચારો અને શક્તિ સમગ્ર વિશ્વમાં પ્રસરશે તેવી તેમની ભવિષ્યવાણી સાચી ઠરી છે.શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ગુજરાતી, હિન્દી સહિત વિશ્વની અનેક ભાષાઓમાં પ્રકાશિત થઈને વિશાળ વ્યાપ પામ્યું છે. વેદાંતના પ્રચાર માટે ધાર્મિક સામયિકો પણ પ્રગટ થાય છે.રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ પ્રસંગે બેલુર મઠ દ્વારા પ્રકાશિત એક અંગ્રેજી લેખનો આ ગુજરાતી અનુવાદ છે, જેને ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો વૈશ્વિક પ્રભાવ અને વ્યાપ’ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરાયો છે. તેમાં આંકડાઓ વર્તમાન સમય અનુસાર અપડેટ કરવામાં આવ્યા છે.




