
Sri Ramakrishna Mahima શ્રી રામકૃષ્ણ મહિમા
આ પુસ્તક મૂળ અક્ષયકુમાર સેન દ્વારા બંગાળીમાં લખાયેલ છે, જેનો હિન્દી અનુવાદ સ્વામી નિખિલાત્માનંદજીએ કર્યો હતો. પ્રસ્તુત પુસ્તક તે હિન્દી આવૃત્તિનો ગુજરાતી અનુવાદ છે.
શ્રીરામકૃષ્ણ દેવને ઈશ્વરત્વ અને પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ ગણાવવામાં આવ્યા છે. તેમના જીવન અને વાણી દ્વારા અનેક ભટકેલા આત્માઓને આધ્યાત્મિક માર્ગદર્શન અને શાંતિ પ્રાપ્ત થઈ છે. ફ્રેન્ચ વિચારક રોમાં રોલાંએ તેમને ભારતીયોના અખંડ આધ્યાત્મિક જીવનના પૂર્ણ પ્રકાશ સ્વરૂપ કહ્યા છે, જેમણે સંસારના વિભિન્ન અને વિરોધી લાગતા ધર્મપંથોમાં સમરસતા સ્થાપી છે.




