
Sri Ramakrishnadevni Sachitra Jivankatha શ્રી રામકૃષ્ણદેવની સચિત્ર જીવનકથા
આ પુસ્તક મૂળ બંગાળી ભાષામાં 'શિશુદેર શ્રીરામકૃષ્ણ' નામે સ્વામી વિશ્વાશ્રયાનંદજી દ્વારા લખાયેલું હતું. તેનો પ્રથમ ગુજરાતી અનુવાદ ઓક્ટોબર, ૧૯૭૫માં 'બાળકોના શ્રીરામકૃષ્ણ' નામે પ્રસિદ્ધ થયો હતો. સમાન નામનું અન્ય પ્રકાશન હોવાથી, આ બીજી આવૃત્તિને 'શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર જીવનકથા' નવું નામ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનપ્રસંગોને બાળભોગ્ય શૈલીમાં રજૂ કરીને બાળકોના કોમળ મન અને રુચિને ઘડવાનો આ એક નમ્ર પ્રયાસ છે, જે ગુજરાતના ભાવિકો અને બાળકો માટે પ્રેરણાદાયી નીવડશે.




