
Sri Ramakrishnadevni Amrutvani શ્રી રામકૃષ્ણદેવની અમૃતવાણી
જ્યારે ભારતની આધ્યાત્મિકતા પર વૈજ્ઞાનિક જડવાદ અને ભોગવાદનું સંકટ આવ્યું, ત્યારે લોકોમાં શ્રદ્ધાનો નાશ થવા લાગ્યો હતો. આવા કપરા સમયમાં માનવજાતને સનાતન ધર્મ તરફ પાછા વાળવા અને આધ્યાત્મિક ચેતના જગાડવા માટે ભગવાન શ્રી રામકૃષ્ણદેવનો પ્રાદુર્ભાવ થયો. તેમણે માત્ર હિંદુ ધર્મ જ નહીં, પરંતુ વિશ્વના તમામ ધર્મોમાં નવી ઊર્જા ફૂંકીને અશાંત અને અતૃપ્ત જગતને 'અમૃતત્વ'નો માર્ગ બતાવ્યો.
આ પુસ્તક તેમના દિવ્ય ઉપદેશોનો સંગ્રહ છે, જે વાચકોના મનમાંથી સંશય અને અવિશ્વાસ દૂર કરી તેમને સાચી શ્રદ્ધા અને દિવ્ય જીવન તરફ દોરી જશે.




