
Sinha Shavak Hari સિંહ શાવક હરિ
આ પુસ્તક મૂળ અંગ્રેજી ચિત્રવાર્તા "HARI THE LION" નું શ્રી મનસુખભાઈ મહેતા દ્વારા કરાયેલું ગુજરાતી અનુસર્જન છે, જેનું નામ 'સિંહ શાવક હરિ' રાખવામાં આવ્યું છે. તત્વજ્ઞાન અને ધર્મના અઘરા સિદ્ધાંતો સામાન્ય માણસ સરળતાથી સમજી શકે તે માટે શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદ અને તોતાપુરી જેવા મહાપુરુષો બોધકથાઓનો ઉપયોગ કરતા હતા. આ પુસ્તકમાં તેવી જ એક પ્રેરણાદાયી બોધકથા રંગીન ચિત્રો સાથે રજૂ કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદના વિચારો દ્વારા મનુષ્યને પોતાની અસલી દિવ્યતા ઓળખવાની પ્રેરણા આપવામાં આવી છે. મનુષ્ય કોઈ 'ઘેટું' નથી પણ સિંહ સમાન મુક્ત, અમર અને દિવ્ય આત્મા છે. તે ભૌતિક પદાર્થોનો દાસ નથી.આ પુસ્તક વાચકોની ભીતરની શક્તિને જગાડવામાં મદદરૂપ બનશે તેવી આશા છે.




