
Shrimad Bhagavat Katha શ્રીમદ્ ભાગવત કથા
આ પુસ્તક રામકૃષ્ણ મઠના સ્વામી ગીતાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એ ઈતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મનો અદભૂત સંગમ છે, જેને વ્યાસદેવે 'પરમહંસ સંહિતા' તરીકે વિશ્વને ભેટ આપ્યું છે.
પુસ્તકમાં સમજાવ્યું છે કે ભાગવત ધર્મ કપટ અને ફળની આશા વગરનો, નિઃસ્વાર્થ ભક્તિનો માર્ગ છે. તે મનુષ્યના ત્રણ પ્રકારના દુઃખો (ત્રિતાપ) દૂર કરી પરમ શાંતિ આપે છે. જે ભાગ્યશાળી મનુષ્યો આ કથાનું શ્રવણ કરે છે, તેમના હૃદયમાં ભગવાન સ્વયં બિરાજમાન થાય છે. શાસ્ત્રોમાં આ પુરાણને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.




