
Sambandhonu Management સંબંધોનું મેનેજમેન્ટ
આ પુસ્તક મૂળ અંગ્રેજી વ્યાખ્યાન 'Nurturing Relationships: The Art of Caring & Sharing' નો ગુજરાતી અનુવાદ છે, જે સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા આપવામાં આવ્યું હતું.આજના સમયમાં પેઢીઓ વચ્ચેનું અંતર (Generation Gap) વધી રહ્યું છે, જેના કારણે પરિવારો અને સમાજમાં માનસિક તણાવ વધ્યો છે. જે રીતે પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, તેવી જ પરિસ્થિતિ ભારતમાં પણ જોવા મળે છે. આવા સમયે માનવ સંબંધોને જાળવી રાખવા ખૂબ મુશ્કેલ બન્યા છે. મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકરના મતાનુસાર, 'મેનેજમેન્ટ' ફક્ત બિઝનેસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જીવનના દરેક ક્ષેત્રમાં અને ખાસ કરીને સંબંધોના સંતુલન માટે અત્યંત જરૂરી છે. આ પુસ્તિકાનો હેતુ કુટુંબ, વ્યવસાયિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં સંબંધોની મીઠાશ અને સંતુલન કેવી રીતે જાળવવું તેનું માર્ગદર્શન આપવાનો છે.




