
Sahuna Swami Vivekananda સહુના સ્વામી વિવેકાનંદ
આ પુસ્તક અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘પથદર્શક પયગંબર વિવેકાનંદ’ની નવી આવૃત્તિ છે. સ્વામી વિવેકાનંદનું જીવન અથાક પુરુષાર્થ, સમર્પણ અને પવિત્રતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને આત્મસન્માન દ્વારા વિખરાયેલા સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું.
છેલ્લા એક સૈકાથી તેમનું જીવન સમગ્ર માનવજાત માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે. આ પુસ્તકમાં તેમના જીવનના એવા પ્રેરક પ્રસંગોનું સંકલન કરવામાં આવ્યું છે જે મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. આ કૃતિ મુખ્યત્વે અંગ્રેજી પુસ્તકો જેમ કે, ‘Swami Vivekananda - the friend of all’ અને ‘The Life of Swami Vivekananda’ માંથી લેવાયેલા પ્રસંગોનો ગુજરાતી અનુવાદ છે. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલ આ અનુવાદનો હેતુ ગુજરાતી વાચકોને સ્વામીજીના જીવનના આદર્શોથી પરિચિત કરાવવાનો છે.




