
Safaltanu Rahasya Sarvangin Vyaktitva Vikas સફળતાનું રહસ્ય : સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ
વર્તમાન સમયમાં વ્યક્તિત્વ વિકાસના નામે માત્ર બાહ્ય દેખાવ પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ સ્વામી વિવેકાનંદ સર્વાંગી વિકાસના હિમાયતી હતા. તેમના મતે સાચો વિકાસ એ છે જેમાં વ્યક્તિનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એમ તમામ પાસાઓનો સમાવેશ થાય. તેઓ એવી કેળવણી પર ભાર મૂકતા જે ચારિત્ર્ય ઘડતર કરે, મનોબળ વધારે અને મનુષ્યને સ્વાવલંબી બનાવે.
આ પુસ્તકમાં યુવાનો માટે યોજાયેલી શિબિરોની પ્રશ્નોત્તરી અને સ્વામીજીના વિચારોનું સંકલન છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની ૧,૩૦,૦૦૦ થી વધુ નકલો પ્રકાશિત થઈ ચૂકી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. પ્રકાશકનો ઉદ્દેશ્ય છે કે યુવાનો આ વિચારોને આત્મસાત કરી પોતાનું ઘડતર કરે અને સમાજ માટે ઉપયોગી બને. તે જ સાચી સફળતાનું રહસ્ય છે.




