


Purva Ane Paschim પૂર્વ અને પશ્ચિમ
આ પુસ્તકમાં સ્વામીજીએ પૂર્વ અને પશ્ચિમના વિચારો, આદર્શો, રહેણીકરણી અને રીત-રિવાજોની ઊંડી ચર્ચા કરી છે. તેમણે કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના, દેશપ્રેમ કે અંધ-અનુકરણના નામે થતી નબળાઈઓથી દૂર રહીને બંને સંસ્કૃતિઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું છે. આ પુસ્તક મૂળ બંગાળી શૈલીમાં લખાયેલું છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે પૂર્વ અને પશ્ચિમના પ્રવાહો નજીક આવ્યા છે, ત્યારે બંને સંસ્કૃતિના સુભગ સમન્વયથી વિશ્વમાં અવિશ્વાસ દૂર થાય અને પ્રેમ, સદ્ભાવ તેમજ શાંતિની સ્થાપના થાય તેવો ઉદ્દેશ્ય છે.




