


Preranadayi Sankshipta Jivan Ane Sandesh (3 Book Set) પ્રેરણાદાયી સંક્ષિપ્ત જીવન અને સંદેશ (3 પુસ્તકોનો સેટ)
શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશિત આ પુસ્તકમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી માં શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજી ના જીવન, સંક્ષિપ્ત ચરિત્રો અને પ્રેરક પ્રસંગોનું સંકલન કરીને તેને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ માટે ઉપયોગી બનાવવામાં આવ્યું છે.આજના વિષમ સંજોગોમાં લોકો પવિત્ર જીવન જીવે, સાચો માનસિક આનંદ અને શાંતિ મેળવે તેમજ પોતાના જીવનધ્યેય તરફ આગળ વધે તેવો આ પ્રકાશનનો ઉદ્દેશ્ય છે.વાચકોને આ પુસ્તક ખૂબ જ સસ્તા દરે મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને સારો લોકાદર મળશે તેવી આશા વ્યક્ત કરી છે.




