
Prabuddha Nagrikata Ane Apni Lokshahi પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી
આ પુસ્તિકા રામકૃષ્ણ મિશનના ૧૩મા પ્રમુખ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા ૨૫ એપ્રિલ, ૧૯૮૦ના રોજ આપવામાં આવેલા વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ છે. લેખક જણાવે છે કે ભૌતિકવાદી દ્રષ્ટિકોણને કારણે માનવી સંકુચિત અને સ્વાર્થી બન્યો છે, જેનાથી દેશમાં સામાજિક અને રાજકીય અધોગતિ આવી છે.
વેદાંતના દ્રષ્ટિકોણ દ્વારા જો નાગરિકો પોતાની જવાબદારી સમજતા થાય, તો તેઓ પોતાની સંપત્તિ, અધિકાર અને વિદ્યાનો ઉપયોગ રાષ્ટ્રના હિત માટે કરશે. 'પ્રબુદ્ધ નાગરિકતા'ના આ વિચારો માત્ર વ્યક્તિ માટે જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે અનિવાર્ય છે. સાચી રાષ્ટ્રીય ભાવના જગાડતી આ પુસ્તિકા લોકશાહીના કલ્યાણ અને રાષ્ટ્રના ઉદ્ધાર માટેનો એક ઉત્તમ માર્ગ દર્શાવે છે.




