



સાહસિક બનવા માટે સ્વામી વિવેકનંદના નેતૃત્વનાં સૂત્રો ARK Sharma - Leadership Formulas
શ્રી એ.આર.કે. શર્મા દ્વારા લિખિત આ ગ્રંથમાં સ્વામીજીના સાહિત્ય અને પત્રોમાંથી નેતૃત્વ તથા વ્યક્તિગત વિકાસના શાશ્વત સિદ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે. સ્વામીજીએ અમેરિકા પ્રવાસ દરમિયાન પોતાના ગુરુભાઈઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં નેતૃત્વના જે સૂત્રો આપ્યા છે, તે શ્રીરામકૃષ્ણ ભાવધારાથી પ્રેરિત અને ત્રિકાલ સત્ય છે.વર્તમાન કોર્પોરેટ જગતમાં નેતૃત્વ ક્ષમતા પર ભાર મુકાય છે, પરંતુ સ્વામીજીના મતે સાચું નેતૃત્વ સાહસ, ધૈર્ય, સત્યનિષ્ઠા અને નિરંતર પ્રયાસ જેવા મૌલિક ગુણો વગર નિષ્પ્રાણ છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે પ્રકાશિત આ પુસ્તક સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સફળ નેતૃત્વ પૂરું પાડવા માટે અત્યંત મનનીય અને ઉપયોગી છે.




