
Mulyalakshi Kelavani મૂલ્યલક્ષી કેળવણી
આ પુસ્તક રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક 'Parents and Teachers in Value Education' નો ગુજરાતી અનુવાદ છે. આજના સમાજમાં વધતી હિંસા, ભ્રષ્ટાચાર અને નૈતિક અધઃપતન સામે નવી પેઢીમાં ચારિત્ર્ય નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને માનવ ઘડતરના નૈતિક મૂલ્યો સિંચવાનો છે. બાળકોના જીવન ઘડતરમાં અને સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને વાલીઓએ કેવી રીતે યોગદાન આપવું તેનું ઉદાહરણો સાથે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાળામાં 'વિદ્યાર્થી-હોમવિધિ' જેવી બાબતો અપનાવીને પ્રાચીન ગુરુકુળ પ્રણાલીને નવું રૂપ આપવાની વાત કરી છે.




