


Kelavani કેળવણી
કેળવણી અંગે સ્વામી વિવેકાનંદે શિક્ષણ પર કોઈ સ્વતંત્ર પુસ્તક નથી લખ્યું, પરંતુ વિવિધ પ્રસંગોએ વ્યક્ત કરેલા તેમના વિચારો ભારતીય શિક્ષણ જગતમાં પાયાનું સ્થાન ધરાવે છે. આજના નબળા શૈક્ષણિક વાતાવરણમાં નવચેતના ફૂંકવા માટે તેમના વિચારોની ખૂબ જરૂર છે.
તેમનું માનવું હતું કે માત્ર બૌદ્ધિક કે શારીરિક શિક્ષણ પૂરતું નથી; સાચું શિક્ષણ એ છે જે મનુષ્યની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને દિવ્યતાને પ્રગટ કરે. રાષ્ટ્રનિર્માણના વિશાળ કાર્યમાં સ્વામીજીના આ વિચારો આજે પણ અત્યંત પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે. આ પુસ્તકમાં તેમના વિવિધ ગ્રંથોમાંથી લેવાયેલા ઉદ્ધરણો સંકલિત કરવામાં આવ્યા છે, જે વાચકોને જીવનઘડતરમાં અને સાચી કેળવણી સમજવામાં મદદરૂપ થશે.




