


Jnana Yoga જ્ઞાનયોગ
આ ‘જ્ઞાનયોગ’ પુસ્તક સ્વામી વિવેકાનંદ દ્વારા ખૂબ જ સરળ, હૃદયસ્પર્શી અને આધુનિક માણસ સમજી શકે તેવી ભાષામાં લખાયેલું છે. તે માનવ મનની સનાતન જિજ્ઞાસાઓનું વૈજ્ઞાનિક ઢબે સમાધાન કરે છે.પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે તે આધુનિક ભૌતિક વિજ્ઞાનની શોધો સાથે વેદાંતના તત્વજ્ઞાનની સુસંગતતાને તર્કબદ્ધ રીતે સમજાવે છે. જે વેદાંત પહેલા માત્ર અરણ્યો (જંગલો) સુધી મર્યાદિત હતું, તેને અહીં રોજિંદા દૈનિક જીવનમાં કેવી રીતે ઉતારવું તે દર્શાવવામાં આવ્યું છે, જેથી માણસ શાશ્વત શાંતિ અને આનંદ મેળવી શકે.




