
Hindu Dharmani Ruprekha હિંદુ ધર્મની રૂપરેખા
સ્વામી વિવેકાનંદના મતે, 'હિંદુ' શબ્દ મૂળરૂપે સિંધુ નદીની પેલે પાર રહેતા લોકો માટે પ્રાચીન ઇરાનીઓ દ્વારા વપરાયેલ અપભ્રંશ છે, જેને મુસલમાનોના શાસન દરમિયાન આપણે અપનાવી લીધો. ભલે આ શબ્દ ભૌગોલિક ઓળખથી શરૂ થયો હોય અને વિરોધીઓએ તેમાં નકારાત્મક અર્થો જોડ્યા હોય, પરંતુ આજે તે સર્વોચ્ચ આધ્યાત્મિકતાનો પ્રતિનિધિ અને શ્રેષ્ઠ શબ્દ છે. હિંદુ ધર્મ કોઈ સંકુચિત સંપ્રદાય નથી, પણ એક સર્વાંગ સંપૂર્ણ સમન્વયવાદી જીવન પદ્ધતિ છે. આ ધર્મમાં વેદાંત ફિલોસોફીની ઉચ્ચ આધ્યાત્મિક ઉડાન, મૂર્તિપૂજા, પૌરાણિક કથાઓથી લઈને બૌદ્ધ ધર્મનો નિરીશ્વરવાદ અને જૈન ધર્મનો નાસ્તિકવાદ—બધા જ વિચારોને સમાન સ્થાન મળેલું છે.




