


Gujaratna Sahityakaro par Swami Vivekanandano Prabhav ગુજરાતના સાહિત્યકારો પર ...
સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુભાઈઓએ ગુજરાતમાં દીર્ઘકાળ ભ્રમણ કર્યું હતું, જેના કારણે રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રસાર ઘણો વહેલો થઈ ગયો હતો. પુસ્તકો દ્વારા પણ આ વિચારો ફેલાયા, જેનાથી ગુજરાતના અગ્રણી સાહિત્યકારો ઊંડાણપૂર્વક પ્રભાવિત થયા.
આ પુસ્તકમાં મુખ્યત્વે શ્રી કાકાસાહેબ કાલેલકર અને શ્રી કનૈયાલાલ મુનશી સહિતના સાહિત્યકારો પર સ્વામીજીના પ્રભાવનું સંક્ષિપ્ત વર્ણન છે. અન્ય સાહિત્યકારો વિશે સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી હાલ સમાવેશ નથી કરાયો, પણ ભવિષ્યની આવૃત્તિમાં ઉમેરવાનો પ્રયત્ન કરાશે.
આ પુસ્તક વાચકોમાં વિવેકાનંદ સાહિત્ય પ્રત્યે નવો ઉત્સાહ અને પ્રેરણા જગાડશે, જેથી લોકો તેમના મહાન વ્યક્તિત્વનું અનુસરણ કરી શકે.




