
Geet Rupak ગીત રૂપક
આ પુસ્તક ભક્તના હૃદયની ઊંડી લાગણીઓ, ભજન અને પ્રભુ પ્રત્યેના આત્મનિવેદનને શબ્દબદ્ધ કરે છે. તે શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદાદેવીના દિવ્ય પ્રેમ તથા પરમ શાંતિનો અનુભવ કરાવે છે. બુદ્ધિની સાથે હૃદયની સાચી લાગણીઓ મનુષ્યનો સ્વાભાવિક હિસ્સો છે. કૃત્રિમતા અને સંશય માણસને યાંત્રિક બનાવે છે, જ્યારે ભક્તિના મુક્ત ગીતો જીવનને સરસ, સુંદર અને સાર્થક બનાવે છે. આ પુસ્તકમાં શ્રીમતી વિજયાબેન ગાંધી દ્વારા અંતઃપ્રેરણાથી રચાયેલા ગીતો-ઢાળો અને શ્રીમતી સંતોકબેન બેંગાલી દ્વારા લખાયેલી મધુર કથાઓનો સમાવેશ થાય છે.આ ગીત-રૂપક શ્રીરામકૃષ્ણદેવના અપૂર્વ સાધક જીવન પર આધારિત છે, જે અન્ય સાધકો માટે પ્રેરણાદાયી અને ભક્તજનોમાં લોકપ્રિય બનશે તેવી પ્રકાશકની અતૂટ શ્રદ્ધા છે.




