






Charitra Ghadatar Dwara Rashtra Nirman ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ
રામકૃષ્ણ મિશન, ન્યૂ દિલ્હી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ’ . આ પુસ્તક મૂળ અંગ્રેજી પુસ્તક ‘Awakening India’ નો ગુજરાતી અનુવાદ છે, જેનું વિમોચન ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહજીએ કર્યું હતું. ભારત આર્થિક અને યુવાશક્તિની દ્રષ્ટિએ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ સર્વાંગી કલ્યાણ માટે હજુ ઘણા ક્ષેત્રોમાં જાગૃતિની જરૂર છે. દેશના આર્થિક વિકાસનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચાડવા અને રાષ્ટ્રના પુનર્જાગરણ માટે સ્વામી વિવેકાનંદના વિચારો ‘રામબાણ ઈલાજ’ સમાન છે.આ પુસ્તકમાં સ્વામીજીના વિચારોને છ વિભાગોમાં સંકલિત કરવામાં આવ્યા છે, જે યુવાનોના ચારિત્ર્ય અને માનવ ઘડતર પર ભાર મૂકે છે.આશા છે કે આ પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને યુવાનો ‘નવભારત’ ના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે.




