


Bharatni Mahan Nario ભારતની મહાન નારીઓ
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત 'Great Women of India' માંથી પસંદ કરેલી ભારતની મહાન નારીઓના સંક્ષિપ્ત ચરિત્રો સાથેનું આ એક સચિત્ર ગુજરાતી પ્રકાશન છે. પ્રાચીન વૈદિક અને ઉપનિષદકાળથી લઈને રામાયણ, મહાભારત, પુરાણકાળ અને મધ્યકાલીન ઇતિહાસમાં નારીઓનું સ્થાન ઘણું ઉચ્ચ રહ્યું છે. ૨૦મી સદીમાં ભગિની નિવેદિતા અને શ્રીમા શારદાદેવી જેવી નારીઓએ ભારતના સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં મોટું પ્રદાન આપ્યું છે. આ પુસ્તક આજની ઊગતી પેઢીને પ્રેરણા આપે અને બાળકો નારીઓ પ્રત્યે માતૃત્વભાવ કેળવે તેવા હેતુ સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે.




