
Bharat ભારત
અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના ભારતભૂમિ વિશેના પ્રેરક વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. તેમાં ભારતના વિશ્વને સંદેશ, ધર્મ, આધુનિક ભારતની સમસ્યાઓ અને તેના નિરાકરણ, શિક્ષણ તેમજ ભારતીય આદર્શો જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવ્યા છે.
આ પુસ્તકના અંશો સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ભાગ ૧ થી ૧૦ માંથી લેવામાં આવ્યા છે. પ્રકાશકનો ઉદ્દેશ્ય વાચકો, ખાસ કરીને યુવા પેઢી, સ્વામીજીના દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણના વિચારોથી પરિચિત થાય અને તેના દ્વારા પ્રેરણા મેળવે તેવો છે. માતૃભૂમિને ચાહનારા દરેક ભારતીય માટે આ પુસ્તક સ્વામીજીના ઉમદા વિચારોનું ભાથું પૂરું પાડે છે.




