


Bhajananjali ભજનાંજલિ
ભાવિકોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને 'ભજનાંજલિ' નામનું આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી મા શારદાદેવીના વિચારો અનુસાર, આ યુગમાં નામસ્મરણ અને જપ સાધનાનું મોટું મહત્વ છે, જે મનની શાંતિ અને ઈશ્વરની નિકટતા અપાવે છે. આમાં શ્રીરામકૃષ્ણ, શ્રી મા શારદા, સ્વામી વિવેકાનંદ, ગણપતિ, શિવજી, શ્રીકૃષ્ણ, શ્રીરામ અને જગદંબા દેવીના સ્તોત્રો, મંત્રો અને ભજનોનો સમાવેશ થાય છે. સાથે જ ગુજરાતના લોકપ્રિય પ્રાચીન-અર્વાચીન ભજનો પણ ઉમેરાયા છે. આ પુસ્તક ભક્તો માટે ભક્તિ, સ્તોત્રપઠન અને ભજનગાન માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે.




