


Bhagavad Gitano Vaishvik Sandesh (Part-2) ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ (ભાગ-2)
આ પુસ્તક 'રામકૃષ્ણ મઠ અને મિશન'ના પૂર્વાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અંગ્રેજીમાં અપાયેલા પ્રવચનોના ગ્રંથનો ગુજરાતી અનુવાદ છે, જેનું નામ ‘ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ’ (ભાગ-૨) છે.આ ભાગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-૫ થી અધ્યાય-૧૧ સુધીના શ્લોકોનું આધુનિક વિચારોના સંદર્ભમાં વિશ્લેષણાત્મક વિવેચન કરવામાં આવ્યું છે. આ પ્રવચનો મૂળ ૧૯૮૮ થી ૧૯૯૦ દરમિયાન હૈદરાબાદમાં અપાયા હતા. આ વિવેચન જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવથી પર રહીને, આજના સમયમાં માણસને સરળ અને સાધનાલક્ષી જીવન જીવવાનું સાચું માર્ગદર્શન પૂરું પાડે છે.




