







Adhyatmik Sampad Swami Turiyanandana Patro આધ્યાત્મિક સંપદ સ્વામી તુરીયાનંદના પત્રો
મહાપુરુષો દ્વારા લખાયેલા પત્રો આધ્યાત્મિક માર્ગદર્શનનો અમૂલ્ય સ્ત્રોત છે. સેન્ટ પોલ, સ્વામી વિવેકાનંદ (૭૬૮ પત્રો) અને શ્રી મા શારદાદેવીના પત્રો આના ઉત્તમ ઉદાહરણો છે.સ્વામી તુરીયાનંદ શ્રી રામકૃષ્ણ દેવના શિષ્ય અને ત્યાગ-તપસ્યાની મૂર્તિ સમાન હતા. વિવેકાનંદના કહેવાથી તેમણે અમેરિકામાં ‘દ્રષ્ટાંતરૂપ જીવન’ જીવી બતાવ્યું હતું. તેમના ૧૫૧ પત્રોનું સંકલન ‘સાધકોં કે નામ પત્ર’ નામે નાગપુર મઠ દ્વારા પ્રકાશિત થયું હતું, જેનો આ ગુજરાતી અનુવાદ છે.આ પુસ્તક દૈનિક જીવનમાં ભગવત-પ્રાપ્તિ માટે મથતા સાધકો માટે માર્ગદર્શક સૂત્રો પૂરા પાડે છે.




