
Adhunik Yuva Varg Ane Swami Vivekananda આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ
વર્તમાન સમયમાં યુવા પેઢી જ્ઞાન અને પદવીઓ મેળવવા છતાં જીવનના સાચા માર્ગદર્શન માટે ભટકી રહી છે. આ મથામણ ક્યારેક તેમને નિરાશા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં, આ પુસ્તક યુવાનોને જીવનનું ભાથું પૂરું પાડતા ઉત્તમ વિચારો પીરસે છે.
પુસ્તકમાં રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ ઉપરાંત મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન અને રાજા રમન્ના જેવા મહાનુભાવોના લેખો છે. આ લેખો યુવાનોને જીવનના મુશ્કેલ માર્ગ પર ચાલવા, મુસીબતોનો સામનો કરવા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જીવવાની પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદના આદર્શો અને ત્યાગ-સમર્પણની ભાવના યુવાનોની મનોમૂંઝવણો દૂર કરી તેમના જીવનને કૃતકૃત્ય બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




