
Adhunik Yugma Adhyatmik Adarsho આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો
આજના સમયમાં માનવી પોતાના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત અને અશાંત છે. આ સમસ્યાઓનો ઉકેલ કોઈ બહારની પરિસ્થિતિમાં નહીં, પરંતુ માનવીના પોતાના હાથમાં જ છે. જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે કોઈપણ પરિસ્થિતિમાં પાળી શકાય તેવા આધ્યાત્મિક આદર્શો અપનાવવા અનિવાર્ય છે.
શ્રી રામકૃષ્ણ દેવ, શ્રી મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન આ આદર્શોના જીવંત ઉદાહરણો છે. આ પુસ્તિકામાં રામકૃષ્ણ મઠના દસમા પરમ અધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આ આદર્શોની આધુનિક યુગમાં પ્રસ્તુતતા વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત આ લેખો અને પ્રવચનોનો સંગ્રહ માનવજાતના પુનરુત્થાન અને શાંતિપૂર્ણ જીવન માટે 'શ્રી રામકૃષ્ણ વેદાંત પ્રવૃત્તિ'ની વિચારધારા સમજવામાં ખૂબ જ સહાયરૂપ સાબિત થાય તેમ છે.




