




Adhunik Manav Shantini Shodhma આધુનિક માનવ શાંતિની શોધમાં
આ પુસ્તક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા પોરબંદરમાં દર રવિવારે આપવામાં આવેલા આધ્યાત્મિક પ્રવચનોનું સંકલન છે. પોરબંદરના શ્રી જ્યોતિબહેન થાનકીએ આ પ્રવચનોની ઓડિયો કેસેટ પરથી ખૂબ જ મહેનતપૂર્વક લખાણ તૈયાર કરી તેને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે.આ પુસ્તકની ઉપયોગિતા એટલી બધી છે કે અત્યાર સુધીમાં તેની ૭૫ હજારથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે.સ્તકમાં મુખ્યત્વે નીચેના વિષયોને આવરી લેવામાં આવ્યા છે: 1)જીવનનું સાચું ધ્યેય અને શાંતિ પ્રાપ્તિના ઉપાયો. 2)દૈનિક જીવનમાં અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવાની કળા.3)શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન અને શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારાનું સરળ માર્ગદર્શન. જીવનની વિષમ પરિસ્થિતિઓમાં પણ જેઓ આંતરિક શાંતિ શોધવા માંગે છે, તેવા તમામ જિજ્ઞાસુ વાચકો માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી માર્ગદર્શક બની રહેશે.




