
Aagal Vadho! આગળ વધો!
આ પુસ્તક રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૫મા પ્રમુખ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ (૧૯૧૯-૨૦૧૭) ના લેખો, નિબંધો અને સંસ્મરણોનો સંગ્રહ છે. આમાં તેમના ગહન ચિંતન, વિશિષ્ટ અનુભવો અને રામકૃષ્ણ સંઘ પ્રત્યેના સમર્પણની ઝલક જોવા મળે છે. મોટાભાગના લેખો મૂળ અંગ્રેજી કે બંગાળીમાંથી અનુવાદિત છે. સ્વામીજીનો ગુજરાત સાથે ગાઢ નાતો હતો. તેઓ રાજકોટ આશ્રમના અધ્યક્ષ પણ રહ્યા હતા. ગુજરાતી લોકો તેમને આદરપૂર્વક 'મોટા સ્વામી' તરીકે ઓળખે છે. વાચકોને તેમના મૌલિક વિચારો અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મળે તે હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ સામેલ છે.




